Surat । સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
Surat । સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કોન્ટ્રાક આધારિત કર્મચારીનો વિરોધ, કર્મચારીઓને બે મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો, 300 કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, યુનિવર્સિટીના અણઘણ વિવાદના કિસ્સા છાસવારે સામે આવે છે, અગાઉ 300 કર્મચારીઓને માર્ચ મહિનામાં ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, આ કોન્ટ્રાક્ટ પૂરો થતા હવે ફરીથી બે મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવતા કર્મચારીઓમાં વિરોધ, કેટલાક કર્મચારીઓ તો 17 18 વર્ષથી યુનિવર્સિટીમાં કામ કરે છે છતાં પણ તેમના કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવતા નથી, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે, હાલ કર્મચારીઓનો 11 મહિનાના બદલે બે મહિનાનો જ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે, તેને જ લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે