દિવાળી બાદ સુરતમાં વધ્યું કોરોના વાયરસનું સંક્રમણ, જુઓ વીડિયો
સુરતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. દરરોજ 150 થી 200 કેસ નોંધાઇ રહ્યાં છે. પ્રજા નિયમોનું કરે છે પાલન જ્યારે રાજનેતાઓ નિયમો ના ધજાગરા ઉડાડે છે. પડતર દિવસથી લઈને લાભ પાંચમ વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી જ કોરોનાના 3471 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1340 પોઝિટીવ કેસ નોંધાયા છે.