CR Patil | પાટીલ બનશે મોદી સરકારમાં મંત્રી | ગુજરાતમાંથી થયો અભિનંદનનો વરસાદ

PM Modi Oath: આજે પીએમ મોદી દેશના વડાપ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે, આજે સાંજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. જોકે, આ પહેલા આજે સવારથી જ ભાજપ અને તેના સહયોગી દળોના કેટલાક નેતાઓને ફોન આવી રહ્યાં છે. આ નેતાઓને આજે સાંજે દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. હાલમાં જ તાજા રિપોર્ટ મળી રહ્યાં છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પણ ફોન આવ્યો છે અને પીએમ આવાસ માટે રવાના થયા છે. સુત્રો અનુસાર, સીઆર પાટીલને મંત્રી બનાવવા માટે ફોન આવ્યો હોઇ શકે છે. હવે જોવાનું એ છે કે, મોદી સરકારમાં આ વખતે ગુજરાતમાંથી કેટલાક સાંસદ મંત્રી બની શકે છે. 

તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાંથી ત્રણથી ચાર સાંસદ મંત્રી બની શકે છે. અમિત શાહ, મનસુખ માંડવિયા અને સીઆર પાટીલનું નામ મંત્રી પદ માટે ચર્ચામાં છે. આ વખતે મોદી સરકારમાં સી.આર.પાટીલનું મંત્રી બનવાનું લગભગ નક્કી છે. આજે સવારે જ સી.આર.પાટીલને શપથ માટે ફોન આવ્યો અને બાદમાં પીએમ આવાસ જવા રવાના થયા હતા. આ પહેલા મનસુખ માંડવીયાને પણ શપથ માટે ફોન આવ્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola