Kesar Mango Price: ગીરની કેસર કેરીનો સ્વાદ આ વર્ષે બન્યો મોંઘો, 10 કિલોનો ભાવ 800 થી 1,300
ગીરનું ગૌરવ ગણાતી કેસર કેરી 500 ટન થી વધુ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાય... ઓછો પાક હોવા છતાં ઊંચા ભાવના કારણે સ્થાનિક મધ્યમ વર્ગ "ભીમ અગિયારસ"ના પર્વે કેરી ખરીદી નહી શકે... તો વિશ્વના અનેક દેશોમાં ઊંચા ભાવ સાથે પણ કેસર કેરીની જબરી માંગ ઉઠી...
ગીરની કેસર કેરીના ભાવ ઊંચા હોવાથી કેરીના રસિયાઓને કેરી કડવી લાગી રહી છે..ઓછો પાક હોવા ઉતર્યો હોઇ આ વખતે ગીરની કેસર કેરીના ભાવ ઊંચા છે...તેના કારણે સ્થાનિક મધ્યમ વર્ગ કેરીની ખરીદી ઓછી કરી રહ્યો છે..બીજી તરફ વિદેશમાં કેસર કેરીની માગ વધુ હોવાથી મોટાભાગની કેરી નિકાસ કરવામાં આવી રહી છે..અત્યાર સુધી તાલાલ માર્કેટિંગ યાર્ડમાંથી 500 ટન કેરીની વિદેશમાં નિકાસ થઇ ચૂકી છે...ખેડૂતોનું માનીએ તો ખરાબ હવામાનના કારણે છેલ્લા પાંચ વર્ષમાં કેરીની આવક ઘટી છે..હાલ 10 કિલોના એક બોક્સના 800થી લઈ એક હજાર 300 રૂપિયા સુધી ભાવ ચાલી રહ્યા છે...