DyCM Harsh Sanghavi: લુખ્ખા ટપોરીઓ બાદ હવે બીજાનો વારો છેઃDyCM ની વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પરથી વિપક્ષોને આકરા શબ્દોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી દીધી ચેતવણી.. કાયદો-વ્યવસ્થા પર ભાર મુકતા હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં ગુંડાગીરી સામે સરકાર કોઈ બાંધછોડ કરવા માગતી નથી.. સાથે જ નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે કેટલાક નેતાઓ છે જે સવારે જાગીને  જો 100 વાર હર્ષ સંઘવીનું નામ ન લે તો તેમની નેતાગીરી જ પૂરી નથી થતી.. પણ તેમણે પણ નક્કી કર્યુ છે કે જે રીતે લુખ્ખા અને ટપોરીઓનો વારો લાગી ગયો તેમ હવે આવા લોકોનો પણ વારો આવશે.. 

ભાજપની બિનહરીફ બેઠકો અંગે સંઘવીએ દાવો કર્યો છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં જ 200 બેઠકો પર ભાજપની જીત નક્કી થઈ ગઈ હતી.. અને જે લોકો પ્રચારમાં નિકળ્યા પણ તેમને લોકોનો આવકાર ન મળ્યો,,ગામડાઓમાં નો એન્ટ્રી થઈ તેના કારણે વધુ 520 બેઠકો ભાજપના ફાળે આવી ગઈ..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola