સુરતના ઉધના મગદલ્લા રોડ પર કાર ચાલકને પાંચ વાહનોને લીધા અડફેટે, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jan 2021 10:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ શહેરના ભટાર ચાર રસ્તા પર ગઈ કાલે સોમવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલી મર્સિડીઝ કારે રિક્ષા, બાઇક, કાર, મોપેડ અને સાઇકલને અડફેટે લેતા અફરાતફરી મચી ગઇ હતી. કારચાલકે પાંચ વાહનોને ઉડાવી દીધા બાદ રોડ પરના પોલ સાથે કારને અથડાવી દીધી હતી. તેમજ અકસ્માત પછી કાર ત્યાં જ મુકી પલાયન થઇ ગયો હતો. અકસ્માતમાં ત્રણને ઇજા થઇ હતી, જે પૈકી સાઇકલ ચાલકનું કરૂણ મોત થયું હતું.