Surat news | સુરતના ભેસ્તાનમાં શંકાસ્પદ સંજોગોમાં બાળકીનું મોત
Continues below advertisement
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં એક અત્યંત દુઃખદ અને હીંચકારી ઘટના સામે આવી છે. અહીં ઝૂલામાં સૂતેલી માત્ર એક વર્ષની બાળકી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટીમાં રહેતી એક મહિલા પોતાની એક વર્ષની બાળકીને ઝૂલામાં સૂવડાવીને ઘરના કામમાં વ્યસ્ત હતી. બાળકી સુરક્ષિત રહે તે માટે માતાએ તેના પેટના ભાગે એક રૂમાલ બાંધ્યો હતો. પરંતુ, કમનસીબે આ રૂમાલ ખસીને બાળકીના ગળાના ભાગે આવી ગયો અને ફાંસો બની ગયો.
થોડા સમય બાદ માતાએ બાળકીને જોવા માટે ઝૂલા પાસે ગઈ તો તેની આંખો ફાટી ગઈ હતી. બાળકી ઝૂલામાં લટકતી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને માતાના હોશ ઉડી ગયા હતા અને તેણે તાત્કાલિક બાળકીને નીચે ઉતારી.
Continues below advertisement
Tags :
SURAT