Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, જુઓ નજારો| Watch Video
તહેવારોની સિઝનમાં દેશના વિવિધ શહેરોમાંથી યુપી-બિહાર જનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકો તેમના ઘરે પહોંચવા માટે ટ્રેનો પર નિર્ભર છે. પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિવાળી અને છઠ પહેલા શનિવારે (26 ઓક્ટોબર) સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ANI સાથે વાત કરતા એક મુસાફરે કહ્યું, "અમે ગઈકાલ સાંજથી લાઈનમાં ઉભા છીએ. અમને ટિકિટ મળી નથી. એજન્ટો 2,000 રૂપિયા કમિશન લીધા પછી પણ ટિકિટ આપતા નથી. અમારે બિહારના ભાગલપુર જવાનું છે. અત્યારે સુરત-ભાગલપુર ટ્રેન છે પરંતુ અમને સીટ મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી.