Surat Rain | સુરતના વાતાવરણમાં પલટો, જુઓ કેવો જામ્યો વરસાદી માહોલ?
Surat Rain | સુરતમાં સવારે વરસાદની ધમાકેદાર બેટીંગ શરૂ. પર્વત પાટિયા,પુણા,વરાછા ઉધના કતારગામ જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોમાં ખુશીનો માહોલ. નોકરિયાત અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ખેડૂતોમાં ખુશીની લહેર.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જીલ્લાના વાતાવરણમાં પલટો. ઓલપાડ તાલુકાના કીમ, કુડસદ, કઠોદરા સહિતના ગામોમાં વરસાદ. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો. વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી ગઇ. ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે સારા વરસાદની રાહ.
સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદે દીધી દસ્તક. સુરત શહેરના વેડ,ડભોલી,સિંગણપોર,કતારગામ વિસ્તારમાં વરસાદ . કાળા ડિબાંગ વાદળ છાયું વાતાવરણ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. વરસાદ ના કારણે વાતાવરણ માં ઠંડક પસરી. લોકોને ભારી ઉકળાટ અને બફારાથી મળી રાહત. જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ...