સુરતના ઉંભેળમાં ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે મહિલાઓએ કર્યો હાઇવે ચક્કાજામ, જુઓ વીડિયો
સુરતના ઉંભેળમાં હાઈવે બ્રિજની માંગને લઈ કાળા વસ્ત્રો પહેરી મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. ઉંભેળ સહિત પાંચ ગામના લોકોએ કાળા વસ્ત્રો પહેરી વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે અકસ્માતથી 20થી વધુ લોકોના મૃત્યુ થતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.