Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Continues below advertisement
સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા. રામપુરા વિસ્તારમાં પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય દાનિશ મોતીપાણી નામના યુવકે બિલ્ડિંગના ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરી. યુવકના આત્મહત્યાની આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મૃતક દાનિશ હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. અવારનવાક કામ વગર ફરતા દાનિશને પિતાએ ઠપકો આપ્યો હતો.. પિતાના આ જ ઠપકાથી લાગી આવતા દાનિશે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી દીધી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાનિશને સારવાર માટે તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સમયસર સારવાર મળે તે પહેલા જ દાનિશનું મોત નિપજ્યુ. આત્મહત્યાની ઘટના અંગે લાલગેટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.
Continues below advertisement
Tags :
SURATJOIN US ON
Continues below advertisement