Surat ના વરાછામાં રસ્તા પર પડેલા ખાડા પાસે રંગોળી કરી સ્થાનિકોએ કર્યો વિરોધ
સુરતના મોટા વરાછામાં ખરાબ રોડને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રની આંખ ખુલે તે માટે લોકોએ રોડ પર ખાડા પડેલા હતા ત્યાં રંગોળી બનાવી અનોખો વિરોધ કર્યો હતો. રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ચેતવામાં આવ્યા જેથી ભ્રષ્ટાચારના ખાડાઓને કારણે કોઈ અકસ્માત ન સર્જાય. સાથે જ્યાં ખાડા પડેલા હતા ત્યાં રંગોળી કરી છોડ ઉગાડવામાં આવ્યા હતા.