Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો
સુરતના માંડવીના MLAના નામે ઉઘરાણું કરાયાનો આરોપ. GIDCમાંથી બે શખ્સોએ ધારાસભ્યના નામે ઉઘરાણું કર્યાનો આરોપ. પૂર્વ મંત્રી, માંડવી MLA કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી કર્યો ખુલાસો. દિવાળી સમયે ગોટુ, મુકેશ નામના વ્યક્તિએ ખેલ કર્યાનો કુંવરજી હળપતિનો આરોપ. અરેઠના કરંજ જીઆઈડીસીમાં સ્નેહ મિલન દરમિયાન ખુલાસો. મે આજ સુધી કોઈ પાસે કઈ માંગ્યુ નથી . કોઈ વ્યક્તિ અમારું નામ લઈને આવે તો ધ્યાન રાખજો.
ધારાસભ્ય કુંવરજી હળપતિના ગંભીર આરોપ મુદ્દે સ્પષ્ટતા. મિતલ ચૌધરી ઉર્ફે ગોટુએ કરી મીડિયા સમક્ષ કરી સ્પષ્ટતા. ધારાસભ્ય આરોપ સાબિત કરી બતાવે તો જાહેર જીવન છોડી દઈશ. પંચાયતની ચૂંટણીમાં MLA હોવા છતા ગામે ગામ કરી હતી સભા. ગ્રામજનોએ મને બહુમતીથી જીતાડીને સુકાન સોંપ્યું. ચૈતર વસાવા, અનંત પટેલ બાદ હવે મને ટાર્ગેટ કરે છે હળપતિ. હું આદિવાસી ભાઈઓના ન્યાય માટે મિલમાં ગયો હતો. શ્રમ રોજગાર મંત્રી છતાં મંત્રીના કામ અમારે કરવા પડ્યા. મે આદિવાસી ભાઈઓને દિવાળી બોનસ અપાવ્યું. મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા કરાઈ રહ્યા છે કાવતરા.