Navsari News | ચીખલીમાં નહેરમાં ડૂબી જતા 5 વર્ષીય બાળકનું મોત
Navsari News | નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભણ ગામની ઘટના. પીપલગભણ ગભણ ગામમાં આવેલ નહેરમાં નાહવા જતાં પાંચ વર્ષનો બાળક ડૂબ્યો. સાંજના સમયે ગામમાં આવેલ નહેરમાં પ્રિન્સ ધનસુખભાઈ નાયકા નામનો બાળક મિત્રો સાથે નાહવા પડ્યા હતો. અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં બાળક નહેરમાં ડૂબવા લાગ્યું. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં ઘટના સ્થળે પહોંચી નહેરમાંથી બાળકને બહાર કાઢી સારવાર માટે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સારવાર માટે પહોંચતા હોસ્પિટલમાં ફરજ પર તબીબે બાળકને મૃત જાહેર કર્યું. ઘટનાની જાણ ચીખલી પોલીસને કરવામાં આવી. ચીખલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ શરૂ કરી.