Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત
સુરતના સચીન GIDCમાં સિલિન્ડર બ્લાસ્ટથી અફરાતફરીનો માહોલ. સીસીટીવીમાં કેદ થયેલ બ્લાસ્ટના દ્રશ્યો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના. ગભેણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભુરીબેન યાદવ નામની મહિલાનું માથુ ધડથી અલગ થઈ ગયુ. મુળ બિહારના વતની એવા મૃતક ભુરીબેન યાદવ પુત્રી હસુ યાદવ સાથે રહેતી હતી. સવારે 11.30 વાગ્યાની આસપાસ ભુરીબેન નજીકની દુકાને ચા લેવા ગયા હતા ત્યારે જ દુકાન પાસેથી પસાર થતા સમયે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ભુરીબેનનું માથુ ધડથી અલગ થઈ ગયુ હતુ. ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના પાછળ ગેરકાયદે ગેસ રિફિલિંગ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે..
Tags :
Cylinder Blast In Surat