Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો
સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોહમ્મદ નાઝીર નામનો શખ્સ બદઈરાદા સાથે બાળકી પાસે આવ્યો.. સાયકલ પર રમતી બાળકીને ઉંચકીને તેણે છેડતી કરી. CCTV ફુટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી
સુરતમાં બાળકીઓ સાથે નરાધમે અડપલાં કર્યા. ભેસ્તાન વિસ્તારમાં મોહમ્મદ નાઝીર નામનો શખ્સ બદઈરાદા સાથે બાળકી પાસે આવ્યો. સાયકલ પર રમતી બાળકીને ઉંચકીને તેણે છેડતી કરી. ત્યારે જ એક વ્યક્તિ આવી જતા બાળકીને છોડી દીધી. વ્યક્તિના ગયા બાદ તેણે બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી. જોકે, CCTV ફુટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસે આ જ વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યુ.. આરોપી મોહમ્મદ નાઝીરને સાથે રાખીને તેણે કરેલી વિકૃતતાની વિગતો મેળવી પોલીસે પંચનામું કર્યુ.. રિ-કન્સ્ટ્રક્શન સમયે ત્યા હાજર સ્થાનિકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા.