Protest on Hit and Run Law | ડ્રાઇવરોની હડતાળને કોંગ્રેસના ધારાસભ્યનું સમર્થન, અનંત પટેલે શું કરી અપીલ?

Continues below advertisement

Protest on Hit and Run Law |  દેશમાં વધતા જતા વાહન અકસ્માતને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ભારે વાહનચાલકો ઉપર નિયંત્રણ મેળવવા માટે અકસ્માત નો કાયદો લોકસભામાં પસાર કર્યો છે. નવા કાયદા અનુસાર હવે અકસ્માત કરી ભાગી જનાર ટ્રક ચાલકને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે જેનો વિરોધ તમામ ટ્રક ચાલકો કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈને રાજકીય રંગ પકડવા લાગ્યો છે આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટ્રક ચાલકો સાથે બેઠક યોજાઈ હતી અને અને ડ્રાઇવરોની વેદના સાંભળી હતી સાથે જ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કાળો કાયદો રદ કરવામાં ન આવે તો આગામી સમયમાં નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આગામી સમયમાં ટ્રક ચાલકો સાથે આવેદનપત્ર આપી સરકારમાં આ કાયદો રદ કરવા માટે ની રજૂઆત કરવામાં આવશે. કાળો કાયદો રદ ન થાય ત્યાં સુધી ધારાસભ્યએ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે અને ટ્રક ડ્રાઇવરોને ગાડી પર ન ચડવા માટે જણાવવામાં આવ્યું છે .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram