South Gujarat Rains: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ, રસ્તા થયા જળબંબાકાર

હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો. ભારે પવન સાથે નવસારી શહેરના તમામ જિલ્લામાં વરસાદ વરસ્યો જોરદાર વરસાદ વરસતા જયશંકર પાર્ટી પ્લોટથી ધર્મીનનગર જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. આ સિવાય અન્ય કેટલાક નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થયા.. તાપી જિલ્લામાં વરસેલા વરસાદથી નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય. પૂર્ણા નદીની જળસપાટી વધતા સુપા કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ છેલ્લા બે દિવસથી પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ બંધ થતા દસથી વધુ ગામના લોકો ફરીને જવા મજબુર બન્યા છે.

મોડી રાત્રે વરસેલા વરસાદથી સુરતના ઉધનામાં જળબંબાકારની સ્થિતિ.. ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં ઘુંટણસમા પાણી ભરાયા.. પ્રશાસનની ઘોર બેદરકારીથી વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવુ પડી રહ્યું છે.. દર ચોમાસામાં વધુ વરસાદથી ગરનાળામાં પાણી ભરાતુ હોવા છતા પ્રશાસન તરફથી કોઈ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી.. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola