Surat Heavy Rains: સુરતમાં આભ ફાટ્યું , 8 ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન

સુરતમાં ભારે વરસાદે સુરતની શીરત બગાડી છે. વરાછા ઝોનમાં કોઈલી ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. સુરતના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. મિડલ રિંગ રોડ પર પાણી ભરાયા છે. ઉપરાંત ગાયત્રી બીઆરટીએસ રૂટ અને કાપોદ્રાના માર્ગો પર કમર સમા પાણી ભરાયાછે.લંબે હનુમાન રોડ પણ જળમગ્ન બન્યો છે. પુણાના માર્ગો પર નદીની જેમ  પાણી વહી રહ્યાં છે. પુણાની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.

સુરતના જવાહરનગરમાં પણ  જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે. ઉમરવાડા વિસ્તાર,માન દરવાજા,ખ્વાજાનગરમાં ગોઠણસમા પાણી ભરાયા છે. સપ્તશ્રૃંગી માતા સર્કલ, રેશમવાડમાં અનેસલાબતપુરામાં તો એવી સ્થિતિ છે કે, કાર ડૂબી જાય ત્યાં સુધી માથા સમા પાણી ભરાયા છે.  કામરેજ ચાર રસ્તા પર પાણી ભરાતા  નેશનલ હાઈવેનો   સર્વિસ રોડ બંધ કરવો પડ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ અહીંદર વર્ષે સર્વિસ રોડ પર  પાણી ભરાય છે. અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદી પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.  કૃષ્ણનગર રોડ,  ડભોલી, ડુમસ રોડ,રાંદેર વિસ્તારના માર્ગો પર નદીની જેમ પાણી વહી રહ્યાં છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ઓલપાડ,કામરેજ,કડોદરા વિસ્તાર જળમગ્ન બની ગયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola