સુરતમાં મહિલાની છેડતી કરનાર રોમિયોની ધોલાઇ કરાઇ, મહિલાને ખરાબ ઇશારા કર્યાનો આરોપ

સુરતમાં મહિલાને ઇશારો કરનાર રોમિયોની જાહેરમાં ધોલાઇ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સિંગણપોર શાક માર્કેટ પાસે મહિલાની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મહિલાઓએ મેથીપાક ચખાડ્યો હતો. આરોપી યુવક પર મહિલાને ગંદા ઇશારાઓ કર્યા હોવાનો આરોપ હતો. મહિલાએ યુવકને ચંપલથી માર માર્યો હતો. સ્થાનિકોએ સમજાવ્યા બાદ રોમિયાને જવા દેવામાં આવ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર રોમિયોને માર મારવાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola