Sardar Sarovar Dam | સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, સહેલાણીઓ ઉમટ્યા

Continues below advertisement

ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક વધારો. નદીની જળ સપાટી 10.35 ફૂટે પહોંચી. નદીની ભયજનક સપાટી 22 ફુટ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું છે પાણી. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર સપાટી 135.26 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 3,09,769 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી. નર્મદા ડેમ 90 ટકા ભરાયો. રિવરબેડ પાવરહાઉસમાંથી 44,285 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,149 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમ માંથી કુલ 1,57,434 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટી થી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.  પાવરહાઉસ ધમધમ્યા. બીજી તરફ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું હોવાથી નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram