સુરતના પાંડેસરામાં ધોરણ-10ની વિદ્યાર્થીનીની આત્મહત્યા, જુઓ વીડિયો
સુરતના પાંડેસરામાં ધોરણ-10ની વિદ્યાર્થીનીની આત્મહત્યા કરી હતી. ઓનલાઈન અભ્યાસથી કંટાળીને ગળેફાંસો ખાધાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. પરિવારે ઓનલાઈન અભ્યાસને લઈ દિકરી સતત ચિંતિત હોવાનો દાવો કર્યો હતો. જોકે પોલીસ તરફથી આત્મહત્યાની ઘટનાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. વિદ્યાર્થીની પાંડેસરાની ડિસંટ ચાઈલ્ડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હોવાની જાણકારી મળી છે. પાંડેસરા પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.