Surat: પતિના ત્રાસથી આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને રિક્શા ચાલકે બચાવી
સુરતના હોપ વે બ્રિજથી એક પરણિત મહિલા કુદવા જઈ રહી હતી. ત્યારે રિક્ષા ચાલકે તેમને ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. મહિલા પતિના ત્રાસથી આજે સુરતના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજ થી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. તે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી. ત્યારે રિક્ષાચાલક તોસીફ શેખની નજર પડી હતી. તેને લાગ્યું કે આ મહિલા શા માટે રડીને બ્રિજ તરફ જઈ રહી છે. અને અચાનક જ તો એના મગજમાં આયશા ની ઘટના સામે આવી ગઈ તે મહિલાનો પીછો કરીને હોપ બ્રિજ સુધી ગયો હતો. મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી ત્યારે જ તોસિફે મહિલાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.