Surat: અલ્પેશ જેલમાંથી મુક્ત થતા તેના સમર્થકોએ શું લગાવ્યા નારા

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થયો હતો. સુરતના વેલન્જા ખાતે મારામારી એટ્રોસિટી કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી અલ્પેશ કથીરિયા સુરતની લાજપોર જેલમાં હતો પરંતુ અલ્પેશને હાઇકોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી મુક્ત થયો હતો. અલ્પેશ કથીરિયાને આવકારવા માટે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા લાજપોર જેલ પહોંચ્યા. સાથે જ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ આવકારવા લાજપોર જેલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પાટીદારો આગેવાનો પણ લાજપોર જેલ પહોંચ્યા હતા.

અલ્પેશે જણાવ્યું હતું કે, હાલ કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી. કોર કમિટીમાં ચર્ચા બાદ વિચારીશું. જેલ મુક્ત થયા બાદ પાસ નેતા અલ્પેશ કથિરિયાએ રાજકીય પક્ષમાં જોડાવવાને લઈને નિવેદન આપ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola