Surat:રત્નકલાકારોને મારી નાંખવાના સૌથી મોટા કાવતરાનો પર્દાફાશ, ROમાં ઝેરી દવા ભેળવી દેવાઈ

Surat:રત્નકલાકારોને મારી નાંખવાના સૌથી મોટા કાવતરાનો પર્દાફાશ, ROમાં ઝેરી દવા ભેળવી દેવાઈ

સુરતમાં રત્નકલાકારોને મારી નાંખવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્ર રચાયું કાપોદ્રાની અનભ જેમ્સ નામની ડાયમંડ ફેકટરીમાં જ્યાં બુધવારે સવારે કુલરનું પાણી પીધા બાદ એક બાદ એક 118 રત્નકલાકારને શ્વાસ લેવામાં અને પેટમાં તકલીફ થતા તાબડતોબ સારવારમાં ખસેડવા પડ્યા હતા.

 જે પૈકી 104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં તો 14 રત્નકલાકારને ડાયમંડ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.  24 કલાક મોનિટરિંગ પર રખાયા બાદ તમામને ડિસ્ચાર્જ કરાશે. રત્નકલાકારોએ જે કુલરમાંથી પાણી પીધું હતું તે પાણીમાં સેલ્ફોસ નામની ઝેરી પડીકી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. રત્નકલાકારોએ પાણી પીધા બાદ સ્વાદમાં ફેર લાગ્યો હતો અને કોઈ પ્રકારની ગંધ આવતી હતી. જેથી મેનેજર તરીકે ફરજ બજાવતા હરેશ લશ્કરીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેમાં મેનેજરના ભાણેજ નિકુંજનો પણ સમાવેશ થાય છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola