Surat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટના

Continues below advertisement

ગુજરાતમાં અત્યારે નવરાત્રી ચાલી રહી છે, હાલમાં જ વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સુરતમાંથી સામે આવી છે. થોડાક દિવસો પહેલા વડોદરાના ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મની કેસની પેટર્ન પર જ સુરતમાં પણ સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. એક સગીરાને કેટલાક આરોપીઓએ મોડી રાત્રે અવાવરૂ જગ્યાએ લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં આ ઘટનાની તપાસમાં જિલ્લા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સહિત ડૉગ સ્ક્વૉડ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે. 

ગુજરાતમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ફરી એકવાર તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં જ સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર સગીરા તેના મિત્રા સાથે મોડી રાત્રે જઇ રહી હતી, ત્યારે તેની સાથે આ સામૂહિક દુષ્કર્મ થયું હતું. સગીરા મિત્ર સાથે હતી તે સમય દરમ્યાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram