Haryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ
Continues below advertisement
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે... ભાજપે હેટ્રિક લગાવીને ઈતિહાસ રચી દીધો છે.. હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં મંગળવારે પરિણામ આવ્યાં હતાં. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત સત્તા પર આવી છે. કૉંગ્રેસ પાર્ટીની સત્તા પર આવવાની મહેચ્છા અધૂરી રહી ગઈ છે.
મંગળવારે સાંજે મતગણતરી પૂર્ણ થઈ હતી, જેમાં હરિયાણામાં ભાજપને 48 બેઠકોમાં જીત મળી છે. કૉંગ્રેસ પાર્ટીને 36 બેઠકો મળી છે. હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 46 બેઠકની જરૂર હોય છે.
હરિયાણા સાથે-સાથે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. અહીં નૅશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી ગઈ છે.
Haryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ
Continues below advertisement