Surat: ઈંજેક્શનની કાળાબજારી કરનાર બે ડોક્ટરોને શરતી જામીન, કોર્ટે શું આપ્યો આદેશ ? જુઓ વીડિયો
Continues below advertisement
સુરત (Surat) લાલગેટ વિસ્તારમાં રેમ ડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી મામલે કોર્ટે બે ડોક્ટરોને શરતી જામીન આપ્યા છે. બન્ને ડોક્ટરો ને 15 દિવસ સુધી નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરવાની શરતે જામીન આપ્યા છે. 15 દિવસ માં 10 દર્દીઓ ની સેવા કરવી પડશે અને તેનો રિપોર્ટ કોર્ટ માં કરવો પડશે.. બન્ને ડોક્ટરો 1 રેમ ડેસીવીર ઇન્જેક્શન 12 થી 14 હજાર માં વેંચતા હતા. PCB પોલીસે રેમ ડેસીવીર ઇન્જેક્શન ના 100 મિલિ ગ્રામના 3 બોક્ષ કબ્જે કર્યા હતા. બંને ડોક્ટરો એ કહ્યું કાળા બજારી કરી નથી, માતાને રેમ ડેસીવીર ની જરૂરિયાત હતી એટલે ડોક્ટરે ખુદ બ્લેક માં ખરીદી..
Continues below advertisement