સુરતના આ વિસ્તારમાં સ્પા પર પોલીસના દરોડા, 13 યુવકો અને 12 યુવતીઓ કઢંગી હાલતમાં ઝડપાયા
સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્પામાં દરોડા પાડ્યા હતા. શહેરના વેસુ વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું હતું. વેસુ વી.આઈ.પી રોડ પર આવેલ રૂંગટા શોપિંગ સેન્ટરમાં આવેલ સ્પામાં દરોડા પાડી 12 યુવતીઓ અને 13 યુવકોની અટકાયત કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેઓની અટકાયત કરી ઉમરા પોલીસ સ્ટેશન મોકલ્યા હતા.રેડમાં મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈની 12 યુવતીઓ સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું.