
Surat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસ
Surat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસ
સુરતના ઉધના પોલીસે વ્યાજખોર સંદિપ સુરેશભાઇ પાટીલની ધરપકડ કરી છે.. વ્યાજખોર આરોપી સંદિપ પાસે વ્યાજે પૈસા આપવાનું સરકારી લાઇસન્સ હતું.. જેમાં નિયમ પ્રમાણે વ્યાજે આપેલા પૈસામાં 1.5 ટકા પૈસા લેવાનું હોય છે..પરંતુ આરોપી સંદીપ તમામ નિયમો નેવે મૂકી 10 થી 20 ટકા વ્યાજ લોકો પાસેથી વસૂલ કરતો હતો.. આ કામના ફરિયાદીએ વર્ષ 2022માં આરોપી સંદીપ પાસેથી વ્યાજે રૂપિયા 20,000 લીધા હતા.. જેમાં 20,000 રૂપિયા ને બદલે વ્યાજ સહિત 24000 રૂપિયા ચૂકવવાનું જણાવ્યું હતું..ફરિયાદીએ વ્યાજ સહિત 24000 આરોપીને સમય મર્યાદામાં ચૂકવી દીધા હતા.. તેમ છતાં આરોપીએ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક 81000 પડાવી લીધા હતા.. તથા હજી પણ તમારા રૂપિયા 1,04,000 બાકી છે તેમ કહી પૈસા ચૂકવવા માટે જણાવ્યું હતું..