Surat Deputy Mayor | લોકો ત્રસ્ત નેતા ‘મસ્ત’ | કાદવથી બચવા ડેપ્યુટી મેયર ફાયરકર્મીના ખબે બેસી ગયા

Continues below advertisement

સુરત :- ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે બુદ્ધિ નું દેવાળું ફૂંક્યું . માત્ર 2 ફૂટ કાદવ ઓળંગવા સુરતના ડેપ્યુટી મેયર વેતાળની જેમ ફાયર સબ ઓફિસરના ખભે ચઢી બેઠા. એબીપી અસ્મિતા પહોચ્યું ઘટના સ્થળે. માત્ર ૨ ફૂટ ની ફૂટપાથ ન ચાલી શક્યા ડેપ્યુટી મેયર. હજી પણ આ વિસ્તારમાં ગંદકી . સુરતમાં પરવટ પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ 4 દિવસે મળ્યો હતો . પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ આવી પહોંચ્યા હતા. આ સ્થળ પર ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો. ફાયર સબ ઓફિસરે ડેપ્યુટી મેયરને કહ્યું. હું તમને લઈ જઉં ?  હસતાં હસતાં પાટીલ બે પગ ઊંચા કરી વેતાળની જેમ ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા.

એબીપી અસ્મિતા પહોચી ફાયર ઓફિસર પાસે. મનપા ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર સુનિલ ચોધરી હોવાનું સામે આવ્યું. સુનિલ ચોધરી એ ડેપ્યુટી મેયર ને ખભે બેસાડતા વિવાદ થયો હતો. સુનિલભાઈ ચૌધરીએ કહ્યું ડેપ્યુટી મેયરના પગમાં તકલીફ હતી. એટલે ખભે બેસાડ્યા હતા . ફાયર વિભાગ સેવા કરે છે . બીજો કોઇ ઇશ્યૂ નથી તેવી ફાયર ઓફિસરે જણાવ્યું.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram