Gujarat Rain Forecast | Ambalal Patel | અંબાલાલની મોટી આગાહી | ગુજરાતમાં ક્યાં આવશે પૂર?
Gujarat Rain Forecast | Ambalal Patel | બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ લો પ્રેસર મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા. 28 થી 30 જુલાઈ વચ્ચે પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત વરસાદ પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે. કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડવાની શક્યતા. 3 થી 10 ઑગસ્ટ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા.
ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ ફરી એકવાર શરૂ થઇ રહ્યો છે, જુલાઇના અંતમાં આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આજથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ તબાહી મચાવશે. ગયા અઠવાડિયે પડેલા ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તબાહી મચાવી હતી. જાનમાલનું ભારે નુકસાન પહોંચ્યુ હતુ.