સુરતઃ કોરોનાના મૃત્યુઆંકને લઇને વિસંગતતા, ઉમરા સ્મશાન ગૃહમાં 3 કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાયાની નોંધણી
Continues below advertisement
સુરત શહેરમાં ગત 24 કલાકમાં 2 ના મોત વહીવટી તંત્ર દ્વારા ઓન રેકોર્ડ બતાવવામાં આવ્યા છે.ત્યારે આ બાબતની રિયાલિટી ચેક કરવાનો નિર્ણય એબીપી અસ્મિતાએ કર્યો છે.સુરતમાં કુલ 3 સ્મશાન ગૃહ આવ્યા છે.જે પૈકી ઉમરા સ્મશાન ગૃહમાં એબીપી અસ્મિતા એ રિયાલિટી ચેક કર્યું.ગત 24 કલાકમાં વહીવટી તંત્રએ 2 ના મોતનો આંકડો જાહેર કર્યો હતો ,જે ખોટો હોવાનો પુરાવો સામે આવ્યો છે માત્ર ઉમરા સ્મશાન ગૃહમા જ 3 કોવિડ દર્દીના મોત થયા હોવાથી અગ્નિસંસ્કાર કર્યા હોવાનું બહાર આવ્યું છે
Continues below advertisement