Surat News: રત્નકલાકારોના વહારે આવ્યા હીરા ઉદ્યોગપતિ લાલજી પટેલ

Continues below advertisement

સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારો બેકાર બન્યા છે ત્યારે મોદી શૂટ ખરીદનાર હીરા ઉદ્યોગકાર રત્નકલાકાર માટે મદદગાર બન્યા છે. લાલજીભાઈ પટેલ રત્નકલાકારોના વ્હારે આવ્યા છે. જેમાં 40 જેટલા રત્નકલાકારોના સંતાનો માટે એજ્યુકેશન સહાય આપી છે. હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે સહાય ની પહેલ કરી છે ત્યારે અન્ય ઉદ્યોગકારો માટે અપીલ છે કે તેઓ પણ રત્નકલાકારોની વ્હારે આવે.આજે આપવામાં આવેલી મદદમાં વિદ્યાર્થી દીઠ ૧૫૦૦૦ ની એજ્યુકેશન સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં આપઘાત કરનાર રત્નકલાકારના પરિવાર ને પણ સહાય આપવામાં આવી છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને આર્થિક સંકડામણ અનુભવતા ૪૦ પરિવારના વિદ્યાર્થીઓની સ્કૂલ, કોલેજની ફિ ધર્મનંદન ડાયમંડે ભરી છે. ડાયમંડ વર્કર યુનિયનની હેલ્પલાઈન નંબર પર ફોન કરી મદદ માંગનાર પરિવારની વહારે ધર્મનંદન ડાયમંડના લાલજી પટેલ આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram