સુરતમાં કોરોનાના કેસમાં વધારો, કેટલા દિવસ ડુમ્મસ બીચ બંધ રહેશે?
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત મનપાએ ડુમ્મસ બીચ શનિ અને રવિવારની રજામાં બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય દિવસો કરતા રજાના દિવસોમાં બીચ પર મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી મનપા કમિશનરે આ નિર્ણય કર્યો હતો. આ તરફ લંગરથી ડુમ્મસ તરફ જતા રસ્તાને મહાનગરપાલિકાએ બંધ કરી દીધો. મહાપાલિકા કમિશનરે પોલીસને ડ઼ુમ્મસ રોડ અને બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી છે. બીજી તરફ સ્કૂલ કોલેજોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શનિવારના શહેરની 49 શાળા- કોલેજમાં 3 હજાર 699 વિદ્યાર્થી અને સ્ટાફ સહિતના લોકોના ટેસ્ટ કરાયા. જે પૈકી 30 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.