સુરતઃ અડાજણની આ શાળામાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ, અન્ય વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સંસ્કાર ભારતી શાળામાં એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે. વિદ્યાર્થી સંક્રમિત થતા શાળાને સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ સાથે 120 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાયા છે.