સુરતના મેયર જગદીશ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત, થયા હોમ આઈસોલેટ
Continues below advertisement
સુરતમાં ભાજપના નેતા અને મેયર જગદીશ પટેલ કોરોના સંક્રમિત થયા છે. ડો.જગદીશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાના લક્ષણો જણાતા તેમમે રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેટ થયા છે. સાંજે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવશે. મેયરના સંપર્ક માં આવનાર લોકોને ટેસ્ટ કરી લેવા વિનંતી કરાઈ છે. આ અંગે ડો. જગદીશ પટેલે જાતે ટ્ટવીટ કરીને માહિતી આપી છે અને જણાવ્યું છે કે, માર્ચ મહીનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતા ઇન્ફેક્શનથી બચી શકાયું હતું. જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું.
Continues below advertisement