Surat Murder Case | સુરતમાં બે સગા ભાઈઓએ ભત્રીજા સાથે મળી કરી નાંખી ભાઈની જ હત્યા, શું છે કારણ?
Surat Murder Case | સુરત જિલ્લા ના મહુવા તાલુકાના કોષ ગામે રહેતા એક યુવાનનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. એસ.એમ.સી.માં સફાઈ કામદાર તરીકે કામ કરતા યુવાનને માથાના ભાગે ઘા જીકી હત્યા કરાઈ હતી. જેનો ગણતરી ના કલાકો માં મહુવા પોલીસ એ ભેદ ઉકેલી મૃતક ના બે ભાઈ અને બે ભત્રીજા ની અટકાયત કરી હતી. મૃતક નશા ની ટેવ વાળો હોય અવાર નવાર માતા તેમજ પરિવાર માં ઝગડા કરતો હતો.