Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ
સુરતના પલસાણામાં નેશનલ હાઈ વે પર ખેડૂતોએ કર્યો ચક્કાજામ.. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નવસારીના બોરસીથી કચ્છના ખાવડા સુધી 765 કેવીની વીજ લાઈન નાખવાની કામગીરી કરી રહી છે.. આ વીજ લાઈન સુરત જિલ્લાના, માંડવી, માંગરોળ, પલસાણા, કામરેજઅને બારડોલી તાલુકામાંથી પસાર થાય છે. આરોપ છે કે, વીજ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને જાણ કર્યા વગર ખેતરમાં ઘૂસી જાય છે અને ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે.. જેને લઈને પલસાણા તાલુકાના કણાવ પાસે ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો. ઘટનાની જાણ થતા કંપનીના અધિકારીઓ અને પોલીસની ટીમ દોડી આવી...અંદાજે બે કલાક બાદ હાઈ વે ખુલ્લો કરાયો.
પલસાણા તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઈવે ૫૩ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો ,પલસાણા તાલુકાના કણાવ ગામ ના ખેડૂતોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો , છેલ્લા કેટલાક સમયથી વીજ લાઈન નાખવા ને લઇ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ,વીજ કંપની પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે વીજ કંપની ના કર્મચારીઓ કોઈ પણ ખેડૂત ને જાણ કર્યા વગર ખેતરો માં ઘુસી જાય છે અને ઉભા પાક ને નુકશાન કરી રહ્યા છે ,વીજ કંપની દ્વારા વીજ લાઈન નાખવા માટે ખેડૂતો ને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી