સુરતઃ રાંદેરમાં પાંચ શખ્સોએ હુમલો કરી રાકેશ મારુને ઉતાર્યો મોતને ઘાટ, જુઓ વીડિયો
સુરતના રાંદેરમાં માથાભારે શખ્સ રાકેશ મારુની હત્યા થયાની ઘટના બની છે. પાલનપુર પાટીયા હાઉસિંગ બોર્ડ પાસે રાત્રીના 10 વાગ્યાની આસપાસ માથાભારે અને ફાઈનાસન્સર રાકેશ મારૂની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. અજાણ્યા શખ્સોએ જાહેર રસ્તા પર 20થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી રાકેશ મારુની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.