Surat School Rule | કોઈ પણ શાળા બાળકને નહીં આપી શકે શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ
Surat School Rule | વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપશે તો જિલ્લા શિક્ષણાધિકારાની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને ધ્યાને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકે છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભરગીરથસિંહ પરમારે પરિપત્ર બહાર પાડવા સાથે જણાવ્યું હતું કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.