સુરતઃ સગાઇ કાર્યક્રમ બાદ હોડીમાં બેસી તાપી નદીમાં ફરવા નીકળ્યા, સેલ્ફી લેતા સમયે બે યુવાનોના મોત
સુરતના અમરોલીમાં તાપી નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. નાના ભાઇની સગાઇ ચાલી રહી હતી ત્યારે મોટો ભાઇ મિત્રો સાથે નદીમાં ફરવા ગયો ત્યારે સેલ્ફી લેતા બોટ ઊંધી વળતા ભાઇ સહિત બેના મોત નિપજ્યા હતા.જ્યારે 3 યુવકો જેમ તેમ કરી નદીમાંથી બહાર નીકળી જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. અલફાઝ,સોનુ અને હિતેશ જેમ તેમ નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.અજય અને રાહુલ ડૂબી ગયા હતા.