Surat Woman Police Suicide Case | સુરતમાં મહિલા પોલીસનો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?
Continues below advertisement
Surat Woman Police Suicide Case | સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટ ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે આજ રોજ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે" મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી" તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ ઉપરથી કયા વ્યક્તિના નામનો આ ઉલ્લેખ કરાયો છે તે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે.
Continues below advertisement