Surat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?

Continues below advertisement

Surat: સુરતના ડુમ્મસ રોડ પર આયોજિત ઝણકાર નવરાત્રિ મહોત્સવના આયોજકો રાતોરાત ફૂલેકુ ફેરવી ફરાર થઈ જતા ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુરતમાં ડુમસ રોડ પર આયોજીક ઝણકાર નવરાત્રિના રાતોરાત પાટીયા પડી ગયા હતા. ગરબાના આયોજકોએ લાખો રૂપિયા લઇને ખેલૈયાઓને પાસ વેંચ્યા હતા. આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે થયેલ માથાકૂટ બાદ ગરબા બંધ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્થિક લેવડ-દેવડ મુદ્દે માથાકૂટ થઇ હતી. ગાયક કલાકારો સાથે આયોજકોને 90 લાખ રૂપિયાનો કરાર થયો હતો. નવ દિવસના એડવાન્સ પાસ લીધા હોય તેવા ખેલૈયાઓના રૂપિયા ફસાયા હતા.

ગરબા આયોજકો NOC લેવા આવ્યા જ ન હોવાનો પણ પર્દાફાશ થયો હતો. મનપાના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. આયોજન સ્થળે ગંદકી મુદ્દે દંડ ફટકારવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram