સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલકોની દાદાગીરી, વાલીઓને 15 ડિસેમ્બર સુધી સંપર્ક કરવાની સૂચના
Continues below advertisement
સુરત : રાજકોટ બાદ સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની દાદાગીરી જોવા મળી રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રવક્તા દિપક રાજગુરુએ કહ્યું કે, ખાનગી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ શાળા નો સંપર્ક કરે. વાલીઓને 15 મી ડિસેમ્બર સુધી સમય આપવામાં આવે છે. વાલીઓએ સ્પષ્ટ કરવું પડશે કે તેમના વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવું છે કે નહીં. આર્થિક રીતે મુશ્કેલી માં હોય તેવા વાલી પણ શાળા નો સંપર્ક કરે.
Continues below advertisement