રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડમાં મુખ્ય બે સૂત્રધારને સુરત લવાયા, 15 દિવસમાં નકલી ઇન્જેક્શન બનાવી 1.44 કરોડ કમાયા
રેમડેસિવિર ઈંજેક્શન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર કૌશલ અને પુનિતને ટ્રાંસફર વોરંટથી મોરબીથી સુરત લવાયા હતા. પંદર દિવસમાં છ હજાર સાતસો નકલી રેમડેસિવિર બનાવીને બન્ને કૌભાંડીઓ 1 કરોડ 44 લાખ રૂપિયા કમાયા હતા. બંન્ને આરોપીના અગિયાર જૂન સુધીના રિમાંડ મંજૂર કરાયા હતા. આરોપીઓ ગ્લુકોઝમાં મીઠુ નાખીને બનાવેલા ઈંજેક્શન વેચતા હતા. ઓલપાડના પિંજરતના ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ ઈંજેક્શન બનાવ્યા હતા. મેડિકલ સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના વેપારમાં લાખો રૂપિયાનું દેવુ થતા બન્નેએ ડુપ્લીકેટ ઈંજેક્શન બનાવવાની શરૂઆત કરી હતી.