Surat: ચોમાસાને ગણતરીના દિવસ બાકી, ગટર સફાઇ કરવા રોબોટ મંગાવાયા

Continues below advertisement

ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રિમોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવે છે. પણ હકીકતમાં આ પ્લાન ફક્ત કાગળ પરનો વાઘ જ સાબિત થતો આવ્યો છે. સુરત મનપાએ દર વર્ષે ચોમાસા બાદ અને ચોમાસા દરમિયાન થતી તકલીફો નિવારવા આ એક્શન પ્લાન બનાવે છે. બીજી તરફ ખાડીઓનું ડ્રેજિંગ પણ યોગ્ય રીતે ન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ છે.જ્યાં બીજી તરફ સુરત શહેરમાં ગટર સફાઈ કરવા માટે જયપુર અને કેરળથી રોબોટ મંગાવાયાં છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram