Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત. અચાનક બેભાન થયા બાદ વધુ બે વ્યક્તિઓના મોત. નોકરી પર જતા આધેડનું બેભાન થયા બાદ મોત, તો કપડા ધોતા સમયે મહિલાનું બેભાન થયા બાદ મોત થયું છે. જોકે, બંનેના મોતનું હજુ સુધી સાચું કારણ જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મોતનું કારણ જાણવા મળી શકે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી લોકોના હાર્ટ અટેકથી મોત થઈ રહ્યા છે, જેમાં નાની ઉંમરના લોકોનો પણ સમાવેશ થાય છે. હજુ ગઈ કાલે જ રાજકોટમાં વિજય પ્લોટમાં રહેતા 11 વર્ષીય બાળકનું હ્યદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યું હતું. ઘર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ ઢળી પડયો હતો. સારવાર મળે તે પહેલા જ દેવરાજ કારેલિયાનું નીપજ્યું મૃત્યુ હતું.