Valsad Civil: વલસાડ સિવિલમાં કરુણાંતિકા,બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત

Continues below advertisement

Valsad Civil: વલસાડ સિવિલમાં કરુણાંતિકા,બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત

વલસાડ સિવિલ હોસ્પિટલમાં એક કરુણાંતિકા બની છે. સારવાર લેવા આવેલી એક બહેનનું લોબીમાં પડી જવાથી મોત થયા બાદ અન્ય બહેનનું પણ આઘાતમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. બંને બહેનોના મોતના જીવંત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. રામીબેન ઉક્કડભાઈ માંગ અને ગજરીબેન ઉક્કડભાઈ માંગ  બંને બહેનો વલસાડના પારડીના બરૂડિયાવાડમાં એક સાથે રહેતા હતા. .. બંનેને બ્લડપ્રેશરની બીમારી હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. આજે પણ રાબેતા મુજબ તેઓ ઘરેથી રિક્ષામાં વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દરમિયાન રામી બહેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ઢળી પડ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામી બહેનની તપાસ કરી હતી, જ્યાં રામી બહેનને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ દ્રશ્યો જોઈ ગજરીબેને જોતા તેમને આઘાત લાગ્યો હતો.. આથી તેઓ પણ ઢળી પડ્યા હતાં. તેમને પણ ચેક કરતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola