Valsad Suicide Case | વલસાડમાં 2 સગા ભાઈઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર

Continues below advertisement

Valsad Suicide Case | વલસાડના ઉમરગામ સ્થિત વંકાસમાં બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 7:30 થી 8:30 વચમાં નાના ભાઈ શાહિલભાઈ નરેશભાઈ ભીમરા, ઉંમર 22 વર્ષ એ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ મોટા ભાઈ મેહુલભાઈ નરેશભાઈ ભીમરા, ઉંમર 24 વર્ષનાએ  ઘરની બહાર  નજીકમાં આવેલી વાડીમાં ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરતા માતા પર આભ આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ છ મહિના પહેલા દીકરાઓના પિતાનુ પણ મૃત્યુ થયું હતું.  હાલમાં તેમની માતા જ તેમની દેખભાળ કરતી હતી. બંને યુવાન ભાઈએ એક પછી એક આત્મહત્યા કરી લેતા વંકાસ ગામમાં શોકની લાઘણી પ્રસરી ગઈ હતી. આત્મહત્યા કરવાનું કારણ હજુજાણવા મળ્યું નથી. ઉમરગામ પોલીસે બંને  લશનો કબ્જો મેળવી પોસમોટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram